આ ટ્રક આવી રીતે ખુલ્લે આમ ��ોડ ઉપર ભજયજનક અને અત્યંત જોખમી રીતે ચાલતો રહ્યો.
@GujaratPolice @SP_Botad આ ટ્રક ટ્રાફિકના નિયમ વિરુદ્ધ મોડીફાઈડ કરવામાં આવેલ છે, અને ટ્રકની મોડિફાઇડેડ સાઈઝમાં અત્યંત ઓવરલોડેડ હાલતમાં મારી ગાડીની આગળ જઈ રહ્યો છે.
ટ્રકમાંથી સતત કચરો ઊડી રહ્યો છે, ટુવ્હીલર ચલાવતા લોકોને આંખમાં કચરો જાય તો શું હાલત થાય?
આ વીડિયો ઢસાથી ગઢડા રોડ ઉપરનો છે, મારા મોબાઇલથી મેં પોતે જ રેકોર્ડ કરેલ છે. આ ટ્રક વૈભવ કોટન ઈન્ડસ્ટ્રીઝ નામની જગ્યાએ ગયેલ છે.
GJ-03-T-3382 નંબરના આ મોડિફાઈડ ટ્રક ભયજનક રીતે ચલાવવા બદલ શું કાર્યવાહી કરવામાં આવશે?
ગટરનું પાણી સીધું દરિયામાં, લાપરવાહ તંત્રના પાપે સોમનાથનો દરિયો થઇ રહ્યો છે ભયંકર પ્રદૂષિત, જુઓ Video
તાજેતરમાં જ આસ્થાના ધામ સોમનાથ મહાદેવના દરિયાને લઇ એક દુ:ખદ બાબત કહી શકાય તેવો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક તરફ સરકાર સ્વચ્છતા અભિયાનની વાતો કરી રહી છે. તો બીજી બાજુ સોમનાથના દરિયામાં ગટરનું પાણી છોડવામાં આવી ���હ્યું છે. એ દરિયો કે જ્યાં હજારો લોકો ન્હાવા આવી રહ્યાં છે. ત્યારે તંત્ર પણ આ વાતથી જાણે અજાણ હોય એમ ઘોર નિંદ્રામાં દેખાઇ રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું તંત્ર આ વીડિયોના આધારે આની પર કોઇ એક્શન લે છે કે કેમ?)
#SwachhataHiSeva #SwachhtaAbhiyan #somnathtemple #Somnathsea #socialmedia #HiralMehta #vtvgujarati
મહેસાણા આર.ટી.ઓ કચેરી દ્વારા અંબાજી ધામ પગપાળા યાત્રીસંઘની રાત્રિ દરમિયાન માર્ગ સલામતી જળવાય તે હેતુથી રેડિયમ સ્ટીકરસ્ ની વહેચણી માટેનો પ્રોગ્રામ કરાયો.
@GRSAofficial@COTGuj_office@rmanjhu@CollectorMeh@sp
ગુજરાત રાજ્યના ફૂલ પગારદારો, રાજનેતાઓ, અધિકારીઓ, પદાધિકારીઓ બધાને મોંઘવારી નડે છે જ્યારે રાજ્યના ફીક્સ પગારધારકો ને કોઈ જ મોંઘવારી ૫ વર્ષ સુધી નડતી નથી આવું ગુજરાત સરકાર નું માનવું છે.
ગુજરાતમાં ફીક્સ પગારની નીતિ ક્યારે દૂર થશે ?
#Remove_Fix_Pay_Gujarat@Bhupendrapbjp@CMOGuj
આ પોલીસ અધિકારીમાં માણસ સતત જીવતો હતો !
આદર્શ પોલીસ અધિકારી કોને કહેવાય? આ પ્રશ્ન કોઈ પૂંછે તો જવાબ છે IPS આર. ડી. ઝાલા-રઘુરાજસિંહ દિલીપસિંહ ઝાલા ! SP તરીકે 28 વરસ પહેલાં નિવૃત થયા હતા. 19 જૂન 2023ના રોજ 88 વરસની વયે રાજકોટ ખાતે તેમનું અવસાન થયું. 1991માં, હું આનંદ ખાતે પ્રોબેશનર DySP હતો ત્યારે પેટલાદ ખાતે કોમી ઘટનાઓ બની હતી. એ સમયે આણંદ SP તરીકેનો વધારાનો ચાર્જ તેમને સોંપાયો હતો. એ સમયે ઝાલા સાહેબને પ્રથમ વખત જોયા અને જાણ્યા. જિલ્લામાં જ્યાં જાય ત્યાં મને સાથે લઈ જાય; એમની કારમાં બાજુમાં બેસાડી પોલીસ તંત્ર વિશે માર્ગદર્શન આપે. એમની સ્ફૂર્તિ ગજબ હતી. તેઓ થાકે નહીં. જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તેની સતત ચિ��તા કર્યા કરે. તાબાના અધિકારીઓને પ્રોત્સાહિત કરે. જવાબદારી પોતાની ઉપર લે. તેઓ ક્રાઈમ/ અશ્વ અને માણસ પારખું હતા. સંવેદનાથી ભરપૂર. સચ્ચાઈ માટે લડાકુ હતા. રાજકીય નેતાઓને સાચું કહી દે. 1994માં તેઓ SP પંચમહાલ તરીકે હતા ત્યારે હું DySP (SC-ST Cell) હતો. રોજ તેમની ચેમ્બરમાં ટી-મીટિંગ હોય. પોલીસ સંબંધી જુદા જુદા મુદ્દાઓની ચર્ચા થાય અને તેમની પાસેથી ઘણું શીખવાનું મળે. સૌથી મહત્વનો ગુણ તેમની સરળતા હતી, સચ્ચાઈ હતી; પ્રમાણિકતા હતી, દંભ-દેખાડો બિલકુલ નહીં ! કોઈ વસ્તુ મંગાવવી હોય તો પાકીટ કાઢે અને આગ્રહપૂર્વક પૈસા ચૂકવે ! 2014માં અમદાવાદ ખાતે All India Police Equestrian Meet યોજાઈ ત્યારે તેમની સેવા તજજ્ઞ તરીકે લેવામાં આવી હતી; તે સમયે પણ તેમના સાંનિધ્યનો લાભ મળ્યો હતો.
તેઓ 1958માં મુંબઈ રાજ્યમા�� PSI તરીકે જોડાયા હતા. PI/ DySP/ SPના પ્રમોશન મેળવી નિવૃત થયા હતા. 1963માં, ખાંભા PSI હતા, ત્યારે માલણ નદીના કાંઠે તેમણે એક ધાડપાડુનું એન્કાઉન્ટર કરી, બાકીના ધાડપાડુઓને જેલ હવાલે કરી લોકોને સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો. એમની પ્રશંસા જ્યારે કોઈ કરે ત્યારે અચૂક કહે : ���મેં મારી ફરજ બજાવી છે. ફરજથી વિશેષ મેં કંઈ કર્યું હોય તેવું હું માનતો નથી ! મને જે માન સન્માન મળી રહ્યું છે તે મારા સાથી અધિકારીઓ/ કર્મચારીઓના સહયોગના કારણે જ મળી રહ્યું છે !” 1970માં તેઓ PI બન્યા. 1979માં Meritorious Service માટે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી તેમનું સન્માન થયું. પોલીસ વિભાગમાં એવા અધિકારીઓ પણ હોય છે, જેઓ કડક અધિકારીની છાપ ઊભી કરવા ફેરિયાઓ/ રીક્ષાવાળાઓ/ ગરીબો ઉપર જોર જુલમ કરતા હોય છે; ગેરકાયદેસર હથિયારના ખોટા કેસ કરતા હોય છે. ઝાલા સાહેબ જુદી માટીના હતા. તેઓ હંમેશા ન્યાયના પક્ષે રહેતા.
પોલીસ ખાતમાં ખટપટ ઓછી હોતી નથી. 1979માં તેઓ રાજકોટ ખાતે હોમ ઈન્સ્પેકટર તરીકે હતા. તે સમયે ‘પોલીસ યુનિયન’ અંગે આંદોલન ચાલુ થયેલ. પોલીસ કર્મચારીઓ મશાલ સરઘસ કાઢવા ઈચ્છતા હતા. તેમણે SPને કહ્યું કે મશાલ સરઘસની મંજૂરી આપવી જોઈએ નહીં. ��રંતુ SP દત્તા/કલેક્ટરે મંજૂરી આપી. આ અંગે IB તરફથી રીપોર્ટ થયો કે ‘આર. ડી. ઝાલાએ જ પોલીસ કર્મચારીઓને મશાલ સરઘસ કાઢવા અને ધમાલ કરવા પ્રોત્સાહિત કર્યા હતા !’ આ અંગેની જાણ તેમને થતા તેઓ પોલીસ ખાતાની ખટપટથી નારાજ થઈ ગયા અને તેમણે રાજીનામું આપી દીધું ! તેમના એક મિત્ર બિઝનેસમેન હતા અને તેમનું મુંબઈમાં પનવેલમાં મેંગોનું ફાર્મ હતું, ત્યાં 11 મહિના રહ્યા. તે દરમિયાન SP દત્તા સાહેબનો ફોન આવ્યો કે ‘ઝાલા, તમ�� પાગલ થઈ ગયા છો? શામાટે પોલીસ ખાતું છોડી દીધું છે?’ બન્યું એવું કે ઝાલા સાહેબનું રાજીનામું મંજૂર ન થયું અને તેમને 1982માં, DySPનું પ્રમોશન આપી ભાવનગર મૂકવામાં આવ્યા ! તે સમયે ગારિયાધાર તાલુકાના માનગઢ ગામે હત્યાકાંડ થયો. તેની તપાસ ટીમમાં તેમનો સમાવેશ થયો. પોતાની દિકરીની સગાઈ હતી ભાવનગરના રોયલ ફેમિલી સાથે. આ પ્રસંગે હાજર ન રહે તો વેવાઈપક્ષને ખોટું લાગે. તેઓ વેવાઈને મળ્યા અને કેસની ગંભીરતા સમજાવી અને તેઓ માનગઢ કેસની તપાસ માટે પંજાબ ગયા ! ફરજ પ્રથમ, એ સૂત્ર હતું એમનું !
ગુજરાત પોલીસના અશ્વદળની ક્વોલિટી અને ક્વોન્ટિટી વધે તે માટે સતત ચિંતા/ચિંતન કર્યું; ફાઈલ લઈને DGPને મળે, પછી સરકારમાં રજૂઆત કરે. અશ્વદળની કાર્યક્ષમતા કઈ રીતે વધે; અશ્વદળ લોકોને વધુ કઈ રીતે ઉપયોગમાં આવે તે માટે ઝાલા સાહેબે વેટનરી ડોક્ટરને સાથે રાખી, અઢી વરસ સુધી મહેનત કરીને ‘અશ્વદળ મેન્યુઅલ’ બનાવ્યું. જે 2009માં અમલી બન્યું. તેમના અશ્વદળ સાથેના લગાવના કારણે 1998માં, રાજકોટ અને 2004માં, ભાવનગરમાં ‘આર. ડી. ઝાલા હોર્સ રાઈડિંગ ક્લબ’ શરુ કરવામાં આવી. 12000થી વધુ લોકો હોર્સ રાઈડિંગ શીખ્યા છે ! તેમની સંવેદના અશ્વ પ્રત્યે જ હતી, એવું નથી. તેઓ કહે છે : “કોઈ હીનિયસ ક્રાઈમ બને તો અમે ભોગ બનનારના ઘેર જતા. ત્યાં ફરિયાદ લેતા. અમે કહેતા કે અમે તમારા રક્ષણ માટે છીએ અને તમારા ઘરમાં આવડી મોટી ઘરફોડ થઈ છે; તેથી અમારું તો નાક ક��ાઈ ગયું છે ! અમે ગુનો શોધી કાઢવા પૂરતા પ્રયત્નો કરીશું !”
(1/2)..
(C) @RameshSavani10
સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિ કમેન્ટ્સમાં ગાળો લખી અસભ્યતા બતાવે છે ? તો આ કાયદો વાચીલો, થશે કાર્યવાહી.
કોઈ પણ ભારતીય નાગરિકના સોશિયલ મીડિયા અથવા ઇલેક્ટ્રોનીક્સ માધ્યમમાં વાંધા જનક / બિન સંસદીય / અસભ્ય ભાષાનો ઉપયોગ / પોર્નોગ્રાફી બતાવવી / ખાનગી વ્યક્તિની તસ્વીર શેર કરવી / બદનક્ષી શબ્દોનો ઉપયોગ કરતા પહેલા આ કલમો જાણી લેજો.
A. Indian Penal Code, 1980
1). કલમ 298:- ધાર્મિક લાગણીઓ દુભાવવાના હેતુપૂર્વકના ઈરાદાથી શબ્દો ઉચ્ચારવા માટે ૧ વર્ષ સુધીની કેદ અથવા દંડ કે બંને શિક્ષા કરવામા આવે.
2). કલમ 354A :- જાતીય સતામણીના ઘણા સ્વરૂપોને પ્રતિબંધિત કરે છે જેમ કે બળપૂર્વક પોર્નોગ્રાફી બતાવવી, અણગમતો શારીરિક સંપર્ક કરવો અને જાતીય સતામણી કરવી. જાતીય ��રફેણની માંગ કરવી અથવા વિનંતી કરવી અને જાતીય રંગીન ટિપ્પણી કરવી એ પણ સજાપાત્ર અપરાધ છે. માટે ૩ વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ કે બંને શિક્ષા કરવામા આવે.
3). કલમ 354C :- પ્રવાસવાદ સજાપાત્ર અપરાધ બનાવે છે. તેનો અર્થ એ છે કે કોઈ મહિલાની પરવાનગી અથવા સંમતિ વિના, કોઈ ખાનગી કૃત્યમાં સામેલ હોય તેવી સ્ત્રીની છબી જોવાની અથવા કેપ્ચર કરવાની ક્રિયા. તદુપરાંત, પીડિતાની પરવાનગી વિના આવી તસવીરો પ્રસારિત કરવી શિ��્ષાપાત્ર છે, પછી ભલે તેણીએ પકડવાની સંમતિ આપી હોય. માટે ૧ થી ૩ વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ કે બંને શિક્ષા કરવામા આવે.
4). કલમ 354D :- ઓનલાઈન પીછો કરવા સહિત દરેક પ્રકારના પીછો કરવા માટે સજા કરે છે. કથિત અપરાધીએ સાબિત કરવું જોઈએ કે તેનું કૃત્ય વાજબી, ન્યાયી અને કાયદા હેઠળ ગુનાને રોકવા અથવા શોધવા માટે અનુસરવામાં આવ્યું હતું. આમ, પીછો કરવો માત્ર આવા સંજોગોમાં જ સજાને પાત્ર બનશે નહીં. આવા કૃત્ય પ્રથમ ગણતરીમાં ત્રણ વર્ષની કેદ અને બીજી ગણતરીમાં પાંચ વર્ષની જેલ શિક્ષાપાત્ર છે ઉપરાંત નાણાકીય દંડ છે.
5). કલમ 499 :- બદનક્ષી અથવા શબ્દો, સંકેતો અથવા દૃશ્યમાન રજૂઆતો દ્વારા વ્યક્તિની પ્રતિષ્ઠાને કલંકિત કરવાના કાર્યને અપરાધ બનાવે છે, માટે ૨ વર્ષ સુધીની કેદ અથવા દંડ કે બંને શિક્ષા કરવામા આવે.
6). કલમ 503, 506, અને 507 :- ગુનાહિત ધાકધમકી પ્રતિબંધિત કરે છે. તેમાં ગંભીર ઈજા અથવા હજુ પણ વધુ ખરાબ થવાની ધમકીનો સમાવેશ થાય છે - મૃત્યુ. આકસ્મિક રીતે, મિલકત અથવા પ્રતિષ્ઠા માટેનો ખતરો પણ ફોજદારી ધાકધમકી હે���ળ આવરી લેવામાં આવે છે. વધુમાં, ગુનાહિત ધાકધમકી મૃતકની પ્રતિષ્ઠાના સંદર્ભમાં પણ હોઈ શકે છે, માટે ૨ વર્ષ સુધીની કેદ અથવા દંડ કે બંને શિક્ષા કરવામા આવે.
7). કલમ 509 :- કોઈપણ કૃત્ય, હાવભાવ અથવા શબ્દ દ્વારા સ્ત્રીની નમ્રતાનું અપમાન કરવું અને તેણીની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવું ગુનાહિત છે. માટે ૧ વર્ષ સુધીની કેદ અથવા દંડ કે બંને શિક્ષા કરવામા આવે.
B. Information Technology Act, 2000
1). કલમ 66C :- છેતરપિંડી અથવા અપ્રમાણિક અર્થ��ો ઉપયોગ કરીને ઓળખની ચોરીને સજાપાત્ર ગુનો બનાવે છે.
2). કલમ 66E :- કોઈ પણ વ્યક્તિની/તેણીની સંમતિ વિના તેના ખાનગી વિસ્તારોની ઈમેજો ઈરાદાપૂર્વક કેપ્ચર, પ્રકાશન અથવા પ્રસારને ગુનાહિત બનાવે છે. આ વિભાગ તમામ જાતિના ��ીડિતોનું રક્ષણ કરે છે. જ્યારે પ્રથમ દોષિત ત્રણ વર્ષની જેલની સજામાં પરિણમશે, જ્યારે તે જ જોગવાઈ હેઠળ બીજી દોષિત ઠરાવવામાં આવે તો સમાન દંડ સાથે સાત વર્ષની જેલની સજા થઈ શકે છે. અથવા રૂ. 2 લાખથી રૂ. 10 લાખ સુધીનો દંડના પાત્ર છે.
3). કલમ 66F :- DoS હુમલાઓ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોના હેકિંગ સહિત સાયબર આતંકવાદના કૃત્યો સાથે વ્યવહાર કરે છે.
4). કલમ 67 :- ઇલેક્ટ્રોનિક માધ્યમ પર અશ્લીલ અને લંપટ સામગ્રીના પ્રકાશન અથવા પ્રસારણને સજાપાત્ર ગુનો બનાવે છે. તેમાં અશ્લીલ ક્લિપ્સ અથવા છબીઓ શેર કરવી, અશ્લીલ સંદેશાઓ અને ઇન્ટરનેટ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓના ફોટા અને વિડિઓઝની સ્ક્રીનીંગનો સમાવેશ થાય છે.
5). કલમ 67A :- ઇલેક્ટ્રોનિક મીડિયા પર લૈંગિક સ્પષ્ટ કૃત્ય અથવા આચરણના પ્રસારણ અથવા પ્રકાશનને પ્રતિબંધિત કરે છે. તે પ્રથમ દોષી સાબિત થવા પર પાંચ વર્ષ સુધીની જેલની સજા અને બીજી દોષી સાબિત થવા પર સાત વર્ષ સુધીની કેદ થઈ શકે છે.
6). કલમ 67B :- લૈંગિક રીતે સ્પષ્ટ કૃત્ય અથવા આચરણમાં સંડોવાયેલા બાળકોને દર્શાવતી સામગ્રીના પ્રકાશન અથવા પ્રસારણને ગુનાહિત બનાવે છે. તદુપરાંત, આ વિભાગ આવી વિકૃત સામગ્રીને ડાઉનલોડ કરવા અને શોધવા માટે પ્રતિબંધિત કરે છે. વધુમાં, આ અધિનિયમ ��નલાઈન બાળ દુર્વ્યવહાર, બાળ જાતીય દુર્વ્યવહારને રેકોર્ડ કરવા અથવા બાળકોને લલચાવવા અથવા જાતીય સંબંધ માટે પ્રેરિત કરવાના કૃત્યોની નિંદા કરે છે.
C. Indecent Representation of Women (Prohibition) Act, 1986
1). કલમ 4 :- કોઈપણ સ્વરૂપમાં મહિલાઓની અભદ્ર રજૂઆત ધરાવતી કોઈપણ સામગ્રીના ઉત્પાદન, વિતરણ અથવા પરિભ્રમણ પર પ્રતિબંધ મૂકે છે.
(1/2)
#IPC #SocialMedia #ITAct
Helmet on field protected @sachin_rt from bouncers, a helmet on road will protect you from injuries.
Wearing ISI-certified helmet while driving is compulsory by law.
See what Sachin Tendulkar says.
#SadakSurakshaJeevanRaksha#AmritMahotsav