‼️FIX PAY‼️
ઘણા લોકો એવી દલીલ કરતા હોય છે કે, "Fix pay 5 વર્ષથી ઘટાડીને 2 કે 3 વર્ષ કરવો જોઈએ."
ગુજરાત હાઈકૉર્ટના ચુકાદા પ્રમાણે આ પોલિસી બંધારણના
અનુચ્છેદ 13 : રાજ્યને એવા કાયદા બનાવવાથી પ્રતિબંધિત કરે છે જે મૂળભૂત અધિકારોને છીનવી લે છે અથવા ઘટાડે છે. આવો કોઈપણ કાયદો રદબાતલ છે.
14:કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ,
16:ભેદભાવ પર પ્રતિબંધ,
23: શોષણ સામેનો અધિકાર (forced labour as well),
અને Bonded Labour system(abolition) act, 1976 નું ઉલ્લંઘન કરે છે.
હવે જે પોલિસી ૩-૩ મૂળભૂત અધિકારો અને એક અધિનિયમનું ઉલ્લંઘન કરતી હોય, તેવી પોલિસી એક દિવસ માટે પણ કેમ હોવી જોઈએ???
ફિક્સ પગાર નું કંઈક કરો સરકાર.... કારણ કે 26 હાજર માં લોકો ને ફેમિલી ચલાવી મુશ્કેલ પડે છે અને સિટી માં તો બોવજ અઘરું પડી જાય છે તો કર્મચારી નું તો કંઈક વિચારો..... #Remove_Fixpay_in_gujarat
શ્રી @sanghaviharsh ભાઈ રાજ્યમાં ફિક્સ પેનો સમય પાંચ વર્ષ છેં. અન્ય કોઈ રાજ્યમા પાંચ વર્ષનો ફિક્સ પેનો સમય નથી એક માત્ર ગુજરાતમા જ પાંચ વર્ષ જેટલો લાંબો સમય છેં જેમા ઘટાડો કરવો ખુબ જરૂરી છેં. જે સંદર્ભમાં આપ યોગ્ય નિર્ણય કરશો એવી અપેક્ષા સહ વિનંતી
ફિકસ પે કર્મચારીઓને પગાર સિવાય અન્ય કોઈ ભથ્થું મળતુ નથી તો તેમના ફેમિલીમાં પતિ-પત્ની બાળકો,માતા-પિતા વગેરે સભ્યો તહેવારની સારી ઉજવણી કરવાની આશા રાખતા હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં પાંચ વર્ષ સુધી દિવાળી કેવી જાય એ તો ફિકસ પે કર્મચારી જ જાણે છે?@CMOGuj @RemoveFixPay @abpasmitatv
વિષય: ફિક્સ પગારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા તથા દિવાળી બોનસના લાભો આપવા અંગે વિનંતી.
પ્રતિ,
માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય,
ગાંધીનગર.
સવિનય નમ્ર વિનંતી છે કે,
ગુજરાત રાજ્યમાં વિભિન્ન વિભાગોમાં લાખોની સંખ્યામાં ફિક્સ પગારના કર્મચારીઓ રાજ્યના વિકાસ કાર્યોમાં સમર્પણભાવ સાથે ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓ વર્ષોથી સરકારની વિવિધ યોજનાઓ, શિક્ષણ, આરોગ્ય, ટેકનિકલ, વહીવટી,રેવન્યુ તથા ગ્રામ વિકાસ જેવી મહત્વની સેવાઓમાં સતત યોગદાન આપી રહ્યા છે.
પરંતુ ખૂબ જ ખેદ સાથે જણાવવાનું છે કે, ફિક્સ પગારના કર્મચારીઓ સાથે હજી સુધી ન્યાયપૂર્ણ વલણ ગુજરાત સરકાર દ્વારા અપનાવવામાં આવ્યું નથી.
મુખ્ય મુદ્દાઓ:
1. મોંઘવારી ભથ્થાનો લાભ:
હાલ ગુજરાત સરકારના કાયમી કર્મચારીઓને મોંઘવારી વધારાના આધારે દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવે છે. તાજેતરમાં તા. 01/07/2025 થી રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને 3% મોંઘવારી ભથ્થો વધારી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે, જે સરાહનીય છે.
પરંતુ ફિક્સ પગારના કર્મચારીઓ પાંચ વર્ષના કરારકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના ભથ્થા કે મોંઘવારીના લાભોથી સંપૂર્ણ રીતે વંચિત રહે છે. તેઓ પણ આ જ મોંઘવારીના સમયમાં જીવન ચલાવી રહ્યા છે, પરંતુ તેમની વાસ્તવિક જરૂરિયાતોને અવગણવામાં આવે છે.
2. દિવાળીમા બોનસનો પ્રશ્ન:
રાજ્ય સરકારે દિવાળી તહેવાર નિમિતે વર્ગ-4 ના કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે, જે પ્રશંસનીય છે. પરંતુ એ જ વિભાગોમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ માટે કોઈ બોનસ કે પ્રોત્સાહન આજ દિન સુધી આપવામાં આવ્યું નથી.
સમાન ફરજ બજાવતા કર્મચારીઓ વચ્ચે આ પ્રકારનો ભેદભાવ અન્યાયરૂપ છે.
3. ભેદભાવપૂર્ણ નીતિ:
ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષોથી વિવિધ વહીવટી, તકનીકી, શિક્ષણ કાર્યોમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેઓનો કાર્યભાર કાયમી કર્મચારીઓ સમાન છે, છતાં પણ પગાર, ભથ્થા, બોનસ, અને અન્ય સુવિધાઓમાં અન્યાયપૂર્ણ તફાવત રાખવામાં આવ્યો છે.
“સમાન કાર્ય માટે સમાન વેતન” જેવો બંધારણીય સિદ્ધાંત આ સ્થિતિમાં પૂરો પડતો નથી.
4. ફિક્સ પગારની નીતિનું માનવીય અને આર્થિક મૂલ્યાંકન:
આજના સમયમાં મોંઘવારીના વધારા સાથે જીવનવ્યવહારના ખર્ચમાં સતત વધારો થતો જાય છે. ફિક્સ પગારના કર્મચારીઓને નિશ્ચિત અને મર્યાદિત વેતન મળતું હોવાને કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે.
૫ વર્ષ સુધી કોઈ પણ પ્રકારની પગાર વૃદ્ધિ કે ભથ્થા ન મળવાથી તેમનો ઉત્સાહ ઘટે છે, અને સરકારની વિવિધ યોજનાઓના અમલમાં પણ પ્રભાવ પડે છે.
ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાને રાખી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે,
1. ફિક્સ પગારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થાનો તબક્કાવાર લાભ આપવા યોગ્ય નીતિ ઘડવામાં આવે.
2. દિવાળી તેમજ અન્ય તહેવારો નિમિતે ફિક્સ પગારના કર્મચારીઓને પણ “તહેવાર બોનસ” આપવાની યોજના અમલમાં મુકવામાં આવે.
3. સમાન કાર્ય માટે સમાન વેતનનો સિદ્ધાંત અનુસરતાં, ફિક્સ પગાર નીતિમાં સુધારણા કરી કાયમી કર્મચારીઓ સમાન હક્કો અપાય.
4. રાજ્ય સરકારના વહીવટી તથા આર્થિક તંત્રમાં ફરજ બજાવતા દરેક કર્મચારીને સમાન સન્માન અને પ્રોત્સાહન મળે તે દિશામાં માનવતાવાદી નિર્ણય લેવાય.
ગુજરાત રાજ્યની સંવેદનશીલ અને પ્રજાલક્ષી સરકાર હંમેશાં કર્મચારી હિત માટે પગલા લેતી રહી છે. એ જ આશા સાથે આ રજૂઆત કરવામાં આવે છે કે સરકાર તાત્કાલિક યોગ્ય વિચારણા કરી ફિક્સ પગારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થા અને તહેવાર બોનસના લાભથી વંચિત ન રાખે.
આ નીતિમાં સુધારણા થવાથી લાખો ફિક્સ પગારના કર્મચારીઓના પરિવારોને ન્યાય, સમાનતા અને પ્રોત્સાહન મળશે અને તેઓ વધુ ઉમંગથી ફરજ બજાવી શકશે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@Balwantsinh99@RaghavjiPatel@KanuDesai180@hdraval93@AcharyaJay22_17@JournoJayesh@devanshijoshi71@DevendraBhatn10@chetan_pagi@chintanbhogayta@deepakrajani123@DeepalTrevedie@nidhirpatel6@garvanitin2@Janak_Sutariyaa@dave_janak@NewsCapitalGJ@isudan_gadhvi@YAJadeja@Gopal_Italia@jigneshmevani80@AmitChavdaINC@INCGujarat@AamAadmiParty@PravinRam_@are_osambhaa@Being_Manass@SidharajsinhjiC@MansiJoshi_17@Divuahirr@Mayur_ahir79@HeerAmbitious@I_M_Viral88@Jatin_Barot_@kathiyawadiii@Mehul90711@NiravJoshi0@RajanThakkar9@tejasmajithiya5@shaktisinhgohil@ShankersinhBapu
મંત્રીઓના પ્રવાસ/ભથ્થા માટે કરોડો, પણ ફિક્સ પગારદારો માટે વધારો નહીં?
ફિક્સ પગારદારોને ન્યાય કેમ નહીં?
કર્મચારીઓને ‘કોન્ટ્રાક્ટ’ પર રાખીને ફિક્સ પગાર, ન ભથ્થા, ન ભવિષ્યની ગેરંટી..#શોષણ
મંત્રીઓને મોંઘવારી નડે અને ફિક્સ પગારના કર્મચારીઓને નહીં?
#remove_fixpay_in_gujarat
अहमदाबाद में सरकारी कर्मचारी संघ ने ओल्ड पेंशन स्कीम लागू करने, फिक्स वेतन रद्द करने और आठवां वेतन आयोग गठित करने की मांग को लेकर रैली निकाली. कर्मियों ने चेतावनी दी कि शिक्षक दिवस पर उपवास और नवंबर में जंतर-मंतर पर प्रदर्शन किया जाएगा.
#ReporterDiary | @AtulTiwari90
જેટલા અત્યાચાર કે અવાજ દબાવાના પ્રત્યનો કરશો એટલા વધુ તાકાત થી ફરી આવશુ, ગુજરાત ના યુવાઓ પર FIXPAY અને કોન્ટ્રાક્ટ ના માધ્યમ થી શોષણ કરના સરકાર ના મળતિયાઓ તમારી આ નીતિ નહી ચાલવા દઈ એ ઘણા રાજ્ય મા FIXPAY નથી તો ગુજરાત મા કેમ ? શુ બહુમતી નો આટલો પાવર છે ?#Remove_Fixpay_in_gujarat