🤔શું આ માત્ર એક સંયોગ છે, કે પછી લાખો યુવાનોના આક્રોશને દબાવવા પાછળનું કોઈ ચોક્કસ ‘સાયકોલોજિકલ સાયન્સ’?❓જરા શાંતિથી વિચારજો અને જાતે જ તર્ક લગાવજો.👇🏻
📝જ્યારે પણ ગુજરાતમાં કોઈ મોટી પરીક્ષાનું પરિણામ #શંકાના_દાયરામાં આવવાનું હોય, કટ-ઓફ કે નોર્મલાઇઝેશન સામે સવાલો ઉભા થવાના હોય, ત્યારે જ:
૧. એ પરિણામ હંમેશા મોડી સાંજે કે રાતે જ કેમ અપલોડ થાય છે?🤔
૨. પરિણામ માટે શુક્રવારની રાત, શનિ-રવિની રજાઓ કે #દિવાળી_હોળી જેવા મોટા તહેવારોની આગલી સાંજ જ કેમ પસંદ કરાય છે ?🤔
૩. ભરતી બોર્ડની ઓફિસો, સચિવાલય અને કોર્ટ બંધ થવાના ગણતરીના કલાકો પહેલાં જ આ ‘બોમ્બ’ કેમ ફૂટે છે?🤔
👆🏻આ #ટાઈમિંગ પાછળ કોઈ ભૂલ નથી, એક અચૂક અને ચોક્કસ ગણતરી છે.
📌રજાઓ શરૂ થતાં જ સચિવાલય બંધ, બોર્ડની ઓફિસો બંધ, અને કોર્ટ પણ બંધ. જો ઉમેદવાર આવેદનપત્ર આપવા કે રજૂઆત કરવા માંગે તો કોને કરે ? 🫣સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન કહે છે કે સામાન્ય માણસનો આક્રોશ પ્રથમ ૨૪ થી ૪૮ કલાકમાં ચરમસીમાએ હોય છે. જો એ ૪૮ કલાક કચેરીઓ બંધ હોય, આવેદનપત્ર લેવાવાળું કોઈ ટેબલ જ હાજર ન હોય, તો એ આક્રોશ #સોશિયલ_મીડિયાની ચાર પોસ્ટ પૂરતો સીમિત રહીને આપોઆપ ઓગળી જાય છે. રજાઓ પૂરી થાય ત્યાં સુધીમાં માહોલ #શાંત.
👆🏻👉🏻અને એનાથી પણ મોટો ખેલ: ‘#ધ્યાન_ભટકાવવાની_ક્રોનોલોજી’👇🏻
🎉ઉદાહરણ ૧: CCE Group A ના પરિણામ સામે અસંતોષ ભડકે ➔ ગણતરીની મિનિટોમાં રેવન્યુ તલાટીની નવી જાહેરાત ફેંકવામાં આવે!
🧨ઉદાહરણ ૨: CCE પ્રિલિમ્સના નોર્મલાઇઝેશન સામે વિરોધનો સૂર ઉઠે ➔ તાબડતોબ નવી CCE ભરતીનું નોટિફિકેશન સામે ધરી દેવામાં આવે!
🎇ઉદાહરણ ૩: TAT HS નું પરિણામ ધનતેરસ ના દિવસે આવવું.
🎆ઉદાહરણ ૪: અગ્નિવિર સ્કીમ માં દિવાળી સમયે જ અચાનક 2 વર્ષ દિવાળી સમયે જ વધારી દેવાના.
💢ઉદાહરણ ૫: દિવાળી સમયે જ પંચવર્ષીય યોજના GPSC ક્લાસ 1-2 2023 ની જાહેરાતનું પરિણામ કાળી ચૌદસના દિવસે આપવું.
✔️ઉદાહરણ ૬: PTC એડમિશન પ્રક્રિયા....
👆🏻આવા ‘#ડાઈવર્ઝન_ટેક્ટિક’ ના અનેકો ઉદાહરણ તમે પણ જાણતા હશો...✔️
👆🏻આ કઈ વહીવટી કાર્યક્ષમતા છે જે પરિણામ આપતી વખતે મહિનાઓ લગાવે છે, પણ વિરોધ દબાવવા માટે નવી જાહેરાતો કલાકોમાં બહાર પાડી દે છે ?
🗣️કારણ સ્પષ્ટ છે: સિસ્ટમ જાણે છે કે લાચાર બેરોજગાર યુવાનનો વિરોધ ‘#નવી_આશા’ (ગાજર) આગળ નબળો પડી જાય છે. એક પરીક્ષામાં થયેલા અન્યાય સામે લડવા માટે યુવાન બહાર નીકળે, એ પહેલાં જ એના હાથમાં નવો સિલેબસ પકડાવી દેવામાં આવે છે. 💢‘કાલ સવારે ઉઠીને વાંચવા લાગો, નવરા પડો તો વિરોધ કરો ને!’💢
⛔માનસિકતા સાથે રમત: ‘આશા’નો નશો
તંત્ર બહુ સારી રીતે જાણે છે કે બેરોજગાર યુવાન લાચાર છે. એને લડવું છે, પણ સાથે-સાથે ઘરની પરિસ્થિતિ અને વયમર્યાદા પણ નડી રહી છે.
👆🏻આખી સિસ્ટમ જાણે એક વાત પર ચાલે છે: "આ યુવાનોનો #ગુસ્સો_ફુગ્ગા_જેવો છે,🎈કાં તો સમય આપીને હવા કાઢી નાખો, અથવા નવી જાહેરાતનું ગાજર લટકાવીને બીજી દિશામાં દોડાવી દો."
📌હવે સવાલ એ છે:
❓શું ભરતી બોર્ડ પાસે દિવસના સામાન્ય કામકાજના કલાકોમાં, ખુલ્લા દિવસે પરિણામ જાહેર કરવાની હિંમત નથી ?😠
❓જો બધું જ પારદર્શક અને નિયમ મુજબ છે, તો દર વખતે તહેવારો અને રજાઓની ‘ઓથ’ કેમ લેવી પડે છે?😠
❓જૂની પરીક્ષાઓની ભૂલો સુધાર્યા વગર નવી જાહેરાતો આપી દેવી, એ ન્યાય છે કે માત્ર યુવાનોની મનોસ્થિતિ સાથે રમાતી રમત?😠
🤦🏻આ સવાલો એ દરેક યુવાનના છે જેણે રાત-દિવસ એક કરીને મહેનત કરી છે.😠
📢‘#ક્રોનોલોજી’ માત્ર સંજોગ નથી, સિસ્ટમની સુનિયોજિત રણનીતિ છે! ગુજરાતના લાખો સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓની ભાવનાઓ અને ભવિષ્ય સાથે જે રીતે વહીવટી તંત્ર રમી રહ્યું છે, તે હવે કોઈ છૂપી વાત નથી રહી. આ માત્ર સામાન્ય વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ યુવાનોના આક્રોશને દબાવવા માટેનું એક વ્યવસ્થિત અને મનોવૈજ્ઞાનિક ‘#ડેમેજ_કંટ્રોલ_મોડેલ’ છે.
🎉આ અકસ્માત નથી, આ ગણતરીપૂર્વક રચાયેલું ચક્રવ્યૂહ છે. યુવાનોએ હવે માત્ર તૈયારી કરવાની સાથે સાથે આ વહીવટી મનોવિજ્ઞાનને પણ ઓળખવું પડશે. અન્યાય સામેનો અવાજ નવી જાહેરાતોના ઘોંઘાટમાં દબાઈ ન જવો જોઈએ!
#RealityOfExams #ChronologySamjho #TransparencyFirst #StopDiversion #FairExams #YouthDemandsAnswers #SystemUnderQuestion
@InfoGujarat@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@GSTV_NEWS@sandeshnews@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@VoraMalhar
5 વર્ષ માટેનો Fix-Pay…પગાર નહીં કોઈ ગુના ની સજા જેવો લાગે @Bhupendrapbjp
20 વર્ષ પછી પણ Fix જ! 🤐
કામ કાયમી, જવાબદારી કાયમી,
પણ પગાર હજુ પણ Fix-Pay!
આ વ્યવસ્થા છે કે કર્મચારીની સજા?
હવે Fix-Pay નહીં,
ન્યાય જોઈએ.
#Remove_fix_pay_in_gujarat#Remove_Fixpay_in_gujarat
યુવાનોના સપનાઓને ફિક્સ પગારની મર્યાદામાં બાંધી શકાય નહીં!
સમાન કામ, સમાન વેતન એ યુવાનોનો અધિકાર છે, કોઈ ઉપકાર નહીં!
ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી ગુજરાતના યુવાનોને ન્યાય આપો!
યુવાનોના હકની આ લડતમાં અમે મક્કમપણે સાથે છીએ.
#GenZ_Against_Fixpay_Gujarat#Remove_Fixpay_in_gujarat
20 વર્ષથી ગુજરાતની ભાજપ સરકાર પોતાના જ યુવાનોનું શોષણ કરવાની વ્યવસ્થિત નીતિ ચલાવી રહી છે.
જે યુવાનો કઠિન સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારી નોકરીમાં જોડાય છે, તેમને પાંચ વર્ષ સુધી ફિક્સ પે પર કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. તેઓ નિયમિત કર્મચારીઓ જેટલું જ કામ કરે છે
સમાન ફરજ, સમાન જવાબદારી પણ અડધો પગાર, વાર્ષિક વધારો વગર, યોગ્ય લાભો વગર અને વિલંબિત પ્રમોશન સાથે. આ મિતવ્યય નથી, આ ગુજરાતના યુવાનો સાથેનો ખુલ્લો અન્યાય છે.
2012માં ગુજરાત હાઈકોર્ટે આ નીતિને ગેરબંધારણીય અને યુવાન વિરોધી ગણાવી હતી. તેમ છતાં ભાજપ સરકાર એ ચુકાદો સ્વીકારતી નથી અને
પોતાના જ યુવાન કર્મચારીઓ સામે સુપ્રીમ કોર્ટમાં લડતી રહી છે. કેમ?
જે રાજ્ય પોતાના યુવાનોને સસ્તી મજૂરી તરીકે વર્તે છે, તેને “વિકાસનું મોડેલ” કહી શકાય નહીં. જે વિકાસમાં પોતાના કર્મચારીઓને યોગ્ય પગાર અને ગૌરવ ન મળે, એ વિકાસ ખોટો છે.
ગુજરાતના યુવાનોની માગ સ્પષ્ટ છે:
સમાન કામ, સમાન વેતન.
ફિક્સ પે નીતિ તાત્કાલિક નાબૂદ કરો.
કોંગ્રેસ ગુજરાતના યુવાનો સાથે આ લડતમાં ઊભી છે.
#ScrapFixedPay #EqualWorkEqualPay #GujaratYouth #ફિક્સપેનાબૂદી
#GenZ_Against_Fixpay_Gujarat
नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार!
#GenZ_Against_Fixpay_Gujarat#કાળીચૌદશ એટલે અનિષ્ટ શક્તિઓ, કાળ અને નકારાત્મકતા પર સદાચાર અને પ્રકાશના વિજયનું પર્વ. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ આ દિવસ અન્યાય અને પીડા આપનારી દૂષિત વ્યવસ્થાઓના નાશનો દિવસ ગણાય છે. જ્યારે આખો પ્રદેશ આ દિવસે અંતરના અને ઘરના અંધકારને દૂર કરવા દીવા પ્રગટાવી રહ્યો છે, ત્યારે ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય પર છવાયેલા સૌથી મોટા '#કાળ' સમાન ફિક્સ પે પ્રથા સામે અવાજ ઉઠાવવો એ સમયની માંગ છે.
📢શા માટે ફિક્સ પે 'કાળ' સમાન છે?👇🏻
સમાન કામ, સમાન વેતનના બંધારણીય અધિકારનું હનન: સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત-દિવસ મહેનત કરીને, લાખો ઉમેદવારો વચ્ચે મેરિટમાં સ્થાન મેળવ્યા પછી પણ યુવાનને પૂરા હકનું વેતન ન મળે તે લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું અપમાન છે. એક જ ટેબલ પર બેસીને સમાન કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે વેતનમાં આભ-જમીનનો તફાવત રાખવો એ નીતિ વિરુદ્ધ છે.
💢આજના યુગમાં જ્યારે મોંઘવારી આસમાને છે, ત્યારે પાંચ વર્ષ સુધી નજીવા માનદ વેતનથી ઘર ચલાવવું, કુટુંબની જવાબદારી નિભાવવી કે વૃદ્ધ માતા-પિતાની સારવાર કરાવવી અશક્ય બની જાય છે. પરિણામે, રાજ્યનું યુવાધન માનસિક તણાવ, આર્થિક ભીંસ અને હતાશામાં ધકેલાય છે.
💢'કહેવાતા મોડલ રાજ્યમાં સરકારી સેવામાં જોડાતા શિક્ષિત યુવાનોનું સત્તાવાર રીતે અલ્પવેતનમાં નિયોજન થાય તે શોભતું નથી. વિકાસનું ખરું મોડલ એ છે જ્યાં શ્રમ અને પ્રતિભાનું પૂરું સન્માન જળવાય, નહિ કે તેનું આર્થિક અવમૂલ્યન થાય.
#Gen_Z અને નવી પેઢીનો બદલાતો અભિગમ: નવી પેઢી મૂંગા મોઢે અન્યાય સહન કરવા ટેવાયેલી નથી. તેઓ પારદર્શિતા, યોગ્ય વળતર અને આત્મસન્માનની માંગ કરે છે. જ્યાં સુધી રાજ્યના વહીવટી તંત્રના પાયામાં બેઠેલો યુવાન અસંતુષ્ટ અને અસુરક્ષિત રહેશે, ત્યાં સુધી વહીવટની ગુણવત્તા પણ પ્રભાવિત થયા વગર રહેશે નહીં.
કાળીચૌદશની આ સાંજે અંધકારરૂપી આ દૂષણનો નાશ થાય અને આવતીકાલની દિવાળી દરેક શિક્ષિત યુવાનના ઘરમાં આર્થિક સુરક્ષા અને આત્મસન્માનનો સાચો પ્રકાશ લાવે તે જ સાચી પ્રાર્થના હોઈ શકે.
जब तक फिक्स-पे खत्म नहीं होगा, युवाओं का संघर्ष बंद नहीं होगा! #GenZ_Against_Fixpay_Gujarat
Fix Pay — આધુનિક પગારચોરીનું એવું મોડેલ, જેમાં કર્મચારીને પગાર તો મળે છે… પણ પૂરતો પગાર મળતો નથી. 😏 @Bhupendrapbjp
કામ સંપૂર્ણ, જવાબદારી સંપૂર્ણ, ડ્યુટી સંપૂર્ણ…
પણ પગાર આવે ત્યારે સરકાર કહે:
“હજુ તમે Fix Pay પર છો સાહેબ!”
#FixPay#Gujarat#પગારચોરી#RemoveFixPayInGujarat
કાયમી કર્મચારીઓને DA વધારો, પગારવધારો અને અન્ય સરકારી લાભો મળે છે, જ્યારે ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષો સુધી એક જ પગારમાં જીવન ગુજારે છે!
શું મોંઘવારી માત્ર કાયમી કર્મચારીઓને જ નડે છે?
ફિક્સ પગારના કર્મચારીઓને પણ ન્યાય આપો!
@CMOGuj@PMOIndia#Remove_Fixpay_in_Gujarat
યુવરાજસિંહ તમે ફિક્સ પે મુદ્દા ને હાઈલાઈટ કર્યો અને પોતાના હક ની લડાઈ માટે કર્મચારી ને આહવાન કર્યું માટે આપનો આભારી છું પરંતુ હાલ ગુજરાત ના ફિક્સ કર્મચારી ને આદત પડી ગઈ છે 5 વર્ષ ફિક્સ માં રહેવાની એટલે આવતા 10000 વર્ષો સુધી નહીં હટે. બધા ને ઘરે બેઠા જોઈએ છે. આભાર લિ.યોગેશ ચાવડા
કાયમી કર્મચારીઓને DA વધારો, પગારવધારો અને અન્ય સરકારી લાભો મળે છે, જ્યારે ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષો સુધી એક જ પગારમાં જીવન ગુજારે છે!
શું મોંઘવારી માત્ર કાયમી કર્મચારીઓને જ નડે છે?
ફિક્સ પગારના કર્મચારીઓને પણ ન્યાય આપો!
@CMOGuj@PMOIndia#Remove_Fixpay_in_Gujarat