‘કાકા-બાપા’ "મામા-ફોઇ" અને ‘લકી ડ્રો’ યોજના:
ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક ભરતીનો ભવ્ય મહોત્સવ!
ગુજરાત સરકારનો પેપર લીક રોકવાનો 'માસ્ટરસ્ટ્રોક':
#કેન્દ્રીયકૃત_પરીક્ષા જ બંધ કરી દો, ઝંઝટ જ પૂરી!
વાહ! સરકારનો આ 'નવતર વિચાર' દાદ માંગે એવો છે.
જો કેન્દ્રીયકૃત પરીક્ષા લઈએ, તો પેપર લીક થાય, તો પરીક્ષા જ ન લો! સંચાલકોને કહી દો કે તમને જે ગમે એને ક્લાર્ક બનાવી દો!
'ડાયરેક્ટ ભરતી' કે 'ડાયરેક્ટ સેટિંગ' ? તે તો કઈ રીતે થાય છે આપ બધા ભૂતકાળ જાણો જ છો.
📝રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ૪૦૦૦ જેટલી #ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરવા માટેનો 'ઐતિહાસિક' અને 'વિચારપૂર્વકનો' નિર્ણય આવી ગયો છે.
🧐 #કેન્દ્રીયકૃત_પરીક્ષા વગરની ડાયરેક્ટ ભરતીનો સીધો અર્થ એ થાય છે કે:
📌પેપર લીક રોકવાના નામે કૌભાંડનું સરનામું બદલાયું: પહેલા પેપર લીક કરનારા કાળું નાણું કમાતા હતા, હવે સંચાલકો "ટેબલ નીચેથી" લાખો રૂપિયા કમાશે!
📌મેરિટનું મરણ: રાત-દિવસ એક કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળશે.
📌સરકારી તિજોરી પર બોજ, પણ સત્તા ખાનગી હાથમાં: પગાર તો પ્રજાના ટેક્સમાંથી જ ચૂકવાશે, પણ નોકરી કોને આપવી એ નક્કી સંચાલકના બંગલે થશે!
📌"પેપર લીક રોકવાનો આ ઉપાય નથી, પણ જવાબદારીમાંથી હાથ ધોઈ નાખવાનો રસ્તો છે." : જો સરકાર એવું વિચારતી હોય કે કેન્દ્રીયકૃત પરીક્ષા ન લેવાથી પેપર લીક બંધ થઈ જશે, તો આ તો "માથાનો દુખાવો મટાડવા માટે માથું જ વાઢી નાખવા" જેવો અજીબ તર્ક છે!
હવે શાળા સંચાલકો પોતાની રીતે ભરતી કરશે!
આનાથી મોટા 'ખુશખબર' #સંચાલકો માટે બીજા શું હોઈ શકે ?
સરકારે સીધો '#મેનેજમેન્ટ_કોટા' જ ઓપન કરી દીધો લાગે છે!
🧐વિશ્વસનીયતા ? સંચાલકના પોતાના સગા-સંબંધીઓ કરતાં વધારે વિશ્વસનીય આ દુનિયામાં વળી બીજું કોણ હોય ?
🧐હવે તો ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો છોડીને સંચાલકોના ઘરના આંટા મારવાનું અને "કાકા, બાપા, મામા, ફોઈ"ના સંબંધો શોધવાનું શરૂ કરશે. જેનું સગપણ મજબૂત અને જેનું પાકીટ ગરમ, એ જ શાળાનો "ક્લાર્ક" !
🧐"કેન્દ્રીયકૃત સ્પર્ધાત્મક પરીક્ષા આપીને પાસ થાઓ તો તલાટી બનો, પણ સંચાલકના ચરણ સ્પર્શ કરો તો સીધા ગ્રાન્ટેડમાં ગોઠવાઈ જાઓ!"
🧐આ પદ્ધતિથી તો "#પેઢીવાદ 2.O"નો શુભારંભ જ થવાનો છે.
🛑જો સરકાર ખરેખર યુવાનોના હિત અને ભરતીની પારદર્શિતા પ્રત્યે ગંભીર હોય, તો આ 'કાકા-બાપા ગોઠવણ નીતિ' બંધ થવી જોઈએ.
🛑#સેન્ટ્રલાઈઝડ_ભરતી: આ ભરતી કોઈપણ ટ્રસ્ટ કે સંચાલકના હાથમાં આપવાને બદલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) જેવી મધ્યસ્થ સંસ્થા દ્વારા જ લેવાવી જોઈએ.
🛑સ્પર્ધાત્મક પરીક્ષા: યોગ્યતા અને મેરિટના આધારે જ નિષ્પક્ષ પરીક્ષા યોજીને દરેક સામાન્ય ઉમેદવારને સમાન તક મળવી જોઈએ.સંચાલકોના ઘર ભરવા માટે યુવાનોના ભવિષ્યનો બલિડાણ આપવાનું બંધ કરો!
🛑"જો પેપર લીક થવાના ડરે સરકાર #કેન્દ્રીયકૃત પરીક્ષા જ ન લે અને સીધી ભરતી સંચાલકોને સોંપી દે, તો એ તો રોગ મટાડવાને બદલે દર્દીને જ ઘરમાંથી બહાર કાઢી મૂકવા જેવી વાત થઈ!"
🛑યુવાનોના ભવિષ્ય સાથે થતા આ રમત-તમાશા બંધ થવા જોઈએ. ૪૦૦૦ ક્લાર્કની જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને, મેરિટના આધારે અને સેન્ટ્રલાઇઝડ પદ્ધતિથી જ ભરાવી જોઈએ!
🛑"જો સિસ્ટમમાં લીકેજ હોય તો લીકેજ બંધ કરાય, પાઇપ જ તોડી ન નંખાય! ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કની ભરતી માત્ર ને માત્ર સેન્ટ્રલાઇઝડ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા જ થવી જોઈએ."
✍🏻 યુવરાજસિંહ જાડેજા
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@dmpatel1961
“ફિક્સ પગાર એ શોષણ છે - વિકાસના નામે ગુલામી નહિ ચાલે..!”
આ સરકાર યુવાનોને રોજગાર નથી આપતી, પાંચ વર્ષની ગુલામી આપે છે..!
જેઓ ભાજપના મંત્રીઓને કરોડો રૂપિયાના પગાર આપે છે,
તે જ યુવાનોને 10-12 હજારનો ફિક્સ પગાર આપે છે
આ ન્યાય નહિ, અપમાન છે..!
#Remove_Fixpay_in_gujarat
#YouthRevolutionBegins
@hdraval93@kuberdindor આપણી મહેનત થી નોકરી મેળવવી અને પાછું નોકરી માટે પણ પૈસા આપવા જાણે મંડળ નો આપણા પર ઉપકાર હોય એવી વાતો થાય છે... આ ગંભીર બાબતે વિચારવું જોઈએ,જેમની પરિસ્થિતિ સાવ ખરાબ હોય એ હતાશ થઈ ને મજબૂરી માં નોકરી કરતા હોય છે..
📌 શિક્ષણ સહાયક તરીકે હાજર થવા જતા ઉમેદવાર મિત્રો, થોડું સાંભળજો...
મળતી માહિતી પ્રમાણે
બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે નિયુક્તિ માટે શાળામાં હાજર કરતી વખતે કે કર્યા બાદ કોઈ પણ વ્યક્તિ કે શાળાના સત્તાધીશો દ્વારા પૈસા અથવા અન્ય કોઈપણ પ્રકારની માંગ કરવામાં આવે તો તેનો ખુલ્લેઆમ વિરોધ કરો તથા
📌શાળા સંબંધિત DEO કચેરી એ લેખિત જાણ કરો,
📌કમિશનર શાળાઓની કચેરીમાં (vsk)જાણ કરો,
ત્યાંથી પણ નિકાલ ન આવે તો
📌શિક્ષણમંત્રી ને જાણ કરો,
આ બધું કર્યા પછી કોઈથી કશું ન થાય તો અમને જાણ કરજો,
આપણે ACB કરાવી શકીએ છીએ, પોલીસનો સહારો લઈને કાયદાકીય પગલા લેવડાવી શકીએ, આવા કૌભાંડીઓના સ્ટિંગ કરી જાહેર જનતાની સમક્ષ ઉઘાડા પણ પાડી શકીએ છીએ.
🛑આવી કૌભાંડી અનુદાનિત એટલે કે ગ્રાન્ટ ઈન એડ શાળામાં મોટાભાગે એક મોસ્ટ કોમન MO હોય છે.. તમે હાજર થાવ એટલે મંડળના માણસો હળવેકથી કહશે હાજર થવું હોય તો ટ્રસ્ટના વિકાસ માટે પૈસા આપવા પડશે / સ્કૂલ વિકાસ માટે ફાળો આપવા પડશે / રાજીખુશીથી ડોનેશન આપવાનું છે........જો તમારી જોડે પૈસા નહીં હોય તો મંડળ માંથી લોન પણ કરાવી આપશે.
📌મોટાભાગે લેટેસ્ટ મોડેલ એવું હોય છે કે –
લાંચ લ્યો, દરજ્જો આપો, પછી ભવિષ્યમાં બીજા લાંચીયા તૈયાર કરો.
👉🏻આ સરકારી નોકરી નહીં, એક ચેઇન રિએક્શન છે – ભ્રષ્ટાચારનું દૂષિત વર્તુળ!
📌જો મંડળ તમને "આંતરિક વિકાસ માટે પૈસા માંગે" – તો તેમને "આંતરિક ઇમાન" બતાવો!
"ડોનેશન" આપવું કે ન આપવું તમારો અંગત વિચાર છે, પરંતુ ડોનેશન "આપો નહીં તો નોકરી નહીં મળે" એ સાફ #બ્લેકમેલીંગ છે!
😠આ પુસ્તકમાં નહીં લખેલું હોય પણ, "શિક્ષક બનવું હોય તો દાન આપવું પડશે" એ આવા કૌભાંડી મંડળનો ગૂઢ સિદ્ધાંત છે.
😠અમુક અનુદાનિત શાળાઓનો અર્થ બહુ સ્પષ્ટ છે – સરકાર ભંડોળ આપે અને કેટલાક "શૈક્ષણિક ધંધાઓ" તેને લાંચથી પચાવે !
📌યાદ રાખજો : દરેક ઉમેદવારને કહેવાનું સરકારી નોકરી મેળવવાની લાલચમાં લાંચ આપતા નહિં, યાદ રાખજો લાંચ આપવી અને લાંચ લેવી બન્ને ગુનાને પાત્ર છે, આવા લાંચિયા લોકોને ઉજાગર કરજો લાભાર્થી ન બનતા.
👉🏻લાંચ આપવી એ તમને પણ ગુનાહગાર બનાવે છે. તમારા જેવી નોકરીની આશાઓ પર દાઝીને, આ લાંચિયા "શિક્ષણમફિયાઓ" પેઢી પેઢી નબળા ભવિષ્યની ફેક્ટરી ચલાવે છે!
📌 આ વિષચક્ર તોડવું છે તો આગળ આવો.
અસરકારક શિક્ષણ માટે અસરકારક રખેવાળાપણું જોઇએ.
👉🏼નવું ભારત બનાવવુ છે તો,
લાંચ આપતો શિક્ષક નહિ, લાંચ રોકતો શિક્ષક બનો!
📌આવા કૌભાંડી
#શિક્ષણ_મંડળ_નથી ,
વાસ્તવમાં
#લાંચ_યોજના_મંડળ છે !
📢💥👇સરકારી ભરતીમાં કે નોકરી માં ગેરરીતિ,ભ્રષ્ટાચાર, કૌભાંડ બાબતે કોઈ માહિતી કે બાતમી હોઈ તો આપ અહીંયા આપી શકો છો.👇👇🧑🏫🧑💼
https://t.co/hrk0VV7yC6
https://t.co/gEFrqVtpM9
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@GenibenThakor@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9