પી.એમ. કિસાન યોજનાના હપ્તાને લઈને હજુ પણ ઘણા ખેડૂતોમાં મૂંઝવણ જોવા મળે છે.
ખેડૂતમિત્રો, હવે તમે તમારા મોબાઇલથી જ સરળતાથી જાણી શકો છો.
🔸અત્યાર સુધી કેટલા હપ્તા મળ્યા?
🔸 કઈ તારીખે જમા થયા?
🔸 હપ્તો ન મળ્યો હોય તો તેનું કારણ શું છે?
https://t.co/ObXFffksHm
#pmkisan#ekyc#news
ધ્રોલ તાલુકાના પ્રવાસ દરમ્યાન ખેંગારકા ગામે આંગણવાડી કેન્દ્ર તથા શાળાની આકસ્મિક મુલાકાત લઇ ઉપલબ્ધ સવલતો, પી.એમ. પોષણ યોજના અંતર્ગત અપાતો આહાર, વહીવટી રેકર્ડ વગેરે બાબતોનું અવલોકન કરી શિક્ષકમિત્રો સહ બાળકોના શૈક્ષણિક અભ્યાસ અંગે ચર્ચા કરી.
@CMOGuj@JayantiRavi@infojamnagargog
હવામાન વિભાગ દ્વારા જામનગર જિલ્લામાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરાયેલ હોય જરૂરી સાવધાની રાખવા તેમજ કોઇ પણ પ્રકારના આકસ્મિક સંજોગોમાં નીચે મુજબ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.
@CMOGuj@JayantiRavi@DirectRelief@infojamnagargog
સરકારશ્રીના ATMA પ્રોજેક્ટના સહયોગથી મોટી ભગેડી ગામના ખેડૂત શ્રી જયસુખભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતીથી રસાયણમુક્ત વિવિધ કઠોળ તથા શાકભાજીના ઉત્પાદન કરી તેના વેચાણ થકી નોંધપાત્ર કમાણી કરી આસપાસના ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
@ADevvrat@CMOGuj@JayantiRavi@infojamnagargog
જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજી જમીન સંપાદન, પીવાનું પાણી, રસ્તા સમારકામ, બસ સુવિધાઓ તથા વિવિધ સર્ટિફિકેસ કઢાવવામાં પડતી મુશ્કેલીઓ વગેરે જેવા રજૂ થયેલ પ્રશ્નો સાંભળી તેના હકારાત્મક નિકાલ અર્થે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી.
@CMOGuj@JayantiRavi@infojamnagargog
This is the official WhatsApp channel of District Administration, Jamnagar. All are requested to follow this channel to get daily updates.
https://t.co/XMvBzeKP2X
@infojamnagargog
શાબાશ ગુજરાત..!
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની નારીશક્તિના સામર્થ્ય અને પ્રગતિને નવી ઉંચાઈઓ પ્રાપ્ત થઈ છે ત્યારે, જામનગર જિલ્લાના વિભાપર ગામની દીકરી પૃથ્વી સંઘાણીએ અંતરિક્ષમાં નવો ઇતિહાસ રચીને સમગ્ર ગુજરાતનું નામ દેશ-દુનિયામાં રોશન કર્યું છે. ભારતના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' મિશનમાં કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે અદભુત યોગદાન આપીને આ દીકરી ગુજરાતનું સાચું ગૌરવ બની છે. ગુજરાતની આ તેજસ્વી દીકરી દ્વારા ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવેલ લોન્ચ વ્હીકલ માટેના ઓટોપાયલોટ થકી વિક્રમ-1 રોકેટની અંતરિક્ષ ભણી ઐતિહાસિક ઉડાનની સાથે જ સ્પેસ સેક્ટરમાં આત્મનિર્ભરતાના સંકલ્પને પ્રાપ્ત થયું એક નવું અવકાશ.
#શાબાશ_ગુજરાત
હવામાન વિભાગ દ્વારા આજ સવારના ૧૦:૦૦ કલાક સુધી જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ હોય તમામને સાવચેત રહેવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.
@CMOGuj@JayantiRavi@DirectRelief@infojamnagargog
ITI તાલીમાર્થીઓને ઓન ધ જોબ ટ્રેનિંગ, એપ્રેન્ટિસશીપ તથા ગુણવત્તાયુક્ત રોજગારીની વિપુલ તકો મળી રહે તે માટે ITI જામનગર ખાતે ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન કરાયું જેમાં વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj@JayantiRavi@infojamnagargog
જોડિયા તાલુકાના કુનડ ગામના પ્રવાસ દરમિયાન આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ દવાઓની ઉપલબ્ધિ અને ચોમાસા ઋતુ દરમિયાન ઉદ્ભવતા રોગો સામે રક્ષણ માટે જરૂરી દવાઓ પૂરતા જથ્થામાં જાળવી રાખવા તેમજ દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી.
@CMOGuj@JayantiRavi@infojamnagargog
જોડિયા તાલુકાના કુનડ ગામે ગ્રા.પં. ખાતે સામાન્ય દફતર તપાસણી કરી તમામ રેકર્ડ તપાસી સરકારી તથા ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા સૂચના આપી તથા ગ્રામજનો સહ તેમની સમસ્યાઓ બાબતે સંવાદ કરી નિકાલ માટે ખાતરી આપી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિષે માહિતી આપી.
@CMOGuj@JayantiRavi@infojamnagargog
જોડિયા તાલુકાના કુનડ ગામે આંગણવાડી કેન્દ્ર તથા શાળાની આકસ્મિક મુલાકાત લઈ બાળકોને અપાતો આહાર સ્વાસ્થ્યપ્રદ અને ગુણવતાસભર છે કે કેમ તેની ચકાસણી કરી તથા શિક્ષકો અને બાળકો સહ સંવાદ કરી શૈક્ષણિક કાર્ય તથા આનુષંગીક પ્રવૃતિઓ અંગેની માહિતી મેળવી.
@CMOGuj@JayantiRavi@InfoGujarat