TAT-HS ઉમેદવારોની કારકિર્દી પર પરિણામની અસર અને ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની અછત.
📢 ગુજરાત TAT-HS Mains Result Declare કરો.શિક્ષક ઉમેદવારોને ન્યાય આપો.
માનનીય @cmoguj@drpradyumanvaja @GujaratSEB અને શિક્ષણ વિભાગને નમ્ર વિનંતી છે કે TAT-HS Mains પરીક્ષાનું પરિણામ વહેલી તકે જાહેર કરવા તથા આગળની ભરતી પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરવામાં આવે.
📊 TAT-HS 2026: હકીકતો અને આંકડા
📅 જાહેરાતની તારીખ: 05/02/2026
📝 અરજીની તારીખ: 10/02/2026 થી 19/02/2026
📚 પ્રિલિમ્સ પરીક્ષા: 12/04/2026
👥 કુલ નોંધાયેલા ઉમેદવારો: 1,65,024
✍️ પ્રિલિમ્સમાં હાજર ઉમેદવારો: 1,47,584
✅ પ્રિલિમ્સમાં લાયક ઉમેદવારો: 51,971
🎯 ગુજરાતી માધ્યમ Mains માટે નોંધાયેલા ઉમેદવારો: 50,069
📅 ગુજરાતી માધ્યમ Mainsની પરીક્ષા: 08/08/2026 (અગાઉની તારીખમાં ફેરફાર બાદ)
📌 સૌથી મોટો પ્રશ્ન: પરિણામ અને ભરતીનું આગળનું સમયપત્રક ક્યારે જાહેર થશે?
🏫 એક તરફ ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની અછત છે. UDISE+ 2025–26 અંગેના અહેવાલ મુજબ રાજ્યની 2,335 શાળાઓ માત્ર એક શિક્ષકના સહારે ચાલી રહી હતી. બીજી તરફ, શિક્ષક બનવા માટે લાયકાત ધરાવતા હજારો ઉમેદવારો પોતાની કારકિર્દી અંગે સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે.
🎓 ઉમેદવારોએ વર્ષોની મહેનત કરી છે, અભ્યાસ પાછળ સમય અને નાણાં ખર્ચ્યાં છે અને ઉજ્જવળ ભવિષ્યની આશા રાખી છે. પરિણામ અને ભરતીની પ્રક્રિયામાં અનિશ્ચિતતા રહે તો તેમની કારકિર્દીનું આયોજન મુશ્કેલ બને છે.
❓ અમારી નમ્ર માંગણીઓ:
1️⃣ TAT-HS Mainsનું પરિણામ શક્ય તેટલી વહેલી તકે જાહેર કરવામાં આવે.
2️⃣ પરિણામ જાહેર કરવાની સંભવિત તારીખ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવે.
3️⃣ વિષયવાર અને માધ્યમવાર ખાલી શિક્ષક જગ્યાઓની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવે.
4️⃣ ભરતી પ્રક્રિયાનું પારદર્શક સમયપત્રક જાહેર કરવામાં આવે.
5️⃣ લાયક ઉમેદવારોની ભરતી ઝડપી બનાવી શાળાઓમાં શિક્ષકોની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે.
શિક્ષકોની અછત દૂર કરવી અને લાયક ઉમેદવારોને સમયસર તક આપવી બંને ગુજરાતના શિક્ષણના હિતમાં છે.
ઉમેદવારો માત્ર પરિણામ નથી માગતા; તેઓ પોતાની કારકિર્દી અંગે સ્પષ્ટતા અને સમયસર ભરતી પ્રક્રિયાની અપેક્ષા રાખે છે.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ અને શિક્ષણ વિભાગને વિનંતી છે કે ઉમેદવારોની લાગણી સમજીને યોગ્ય નિર્ણય લેવામાં આવે.
TAT-HS Mains Result વહેલી તકે જાહેર કરો અને ભરતી પ્રક્રિયાને ગતિ આપો.
#TATHSResultDeclare #TATHS2026 #SaveGujaratEducation #TeacherRecruitment #DeclareTATHSResult
ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રોની એક જ માંગ છે!
📢 TAT (HS) મુખ્ય પરીક્ષાનું પરિણામ વહેલી તકે જાહેર કરો!
✍️ પરીક્ષા આપી દીધી છે, હવે પરિણામની રાહ જોઈ રહેલા ઉમેદવારોને વધુ અનિશ્ચિતતામાં ન રાખો.#TATHSResultDeclare@Rivaba4BJP@deepakrajani123@drpradyumanvaja
TAT HS MAINS પરીક્ષાના પરિણામ ક્યારે જાહેર થશે એ બાબતે ઉમેદવારો સુધી સાચી માહિતી પહોંચાડવા વિનંતી.
@Rivaba4BJP હાલ ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
@deepakrajani123@hdraval93
મા. મુખ્યમંત્રીનીનાં આદેશ મુજબ હવે ફિક્સ પે બાબતે કોઈ યોગ્ય નિર્ણય આવશે?
હવે મુખ્યમંત્રીશ્રી પણ કર્મચારીનાં પડતર પ્રશ્નો મુદ્દે આગળ આવ્યા છે.
@CMOGuj@sanghaviharsh
ભારતભરમાંથી ફક્ત ગુજરાતમાં જ ૫ વર્ષનો સૌથી લાંબો ફિક્સ પગારનો સમયગાળો છે અને આ શોષણ સામે ન્યાય મેળવવા પણ ૧૪ વર્ષથી કેસ નામદાર સુપ્રીમ કોર્ટમાં પડતર છે,
લાખો ફિક્સ પગાર કર્મચારીઓ વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સરકારને નમ્ર અપીલ છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાં ચાલતો આ કેસ પરત ખેંચી કર્મચારીઓના હિતમાં સકારાત્મક નિર્ણય લઈ હજારો પરિવારોને ગુજરાતમાં ચાલતી આ શોષણકારી નીતિ સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની અમલવારી કરે કારણકે સમયસર મળેલો ન્યાય જ સાચો ન્યાય છે.
#FixedPay #GujaratEmployees #JusticeDelayedJusticeDenied #GujaratGovernment
#Remove_Fix_Pay
@Bhupendrapbjp@sanghaviharsh
માનનીય રાજ્યપાલશ્રીએ ફક્ત પ્રવચન ટૂંકાવ્યું છે હકીકતમાં તો ફિક્સ પગારમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓનું જીવન આ શોષણભર્યા પગારથી ટૂંકાઈ રહ્યું છે.સરકારે આ ગંભીર વાસ્તવિકતાની નોંધ લઈ ફિક્સ પે જેવી શોષણકારી નીતિ તાત્કાલિક નાબૂદ કરે અને યુવાનો તથા કર્મચારીઓને ન્યાય આપે એ જ માંગ છે.
ફિક્સ વેતનનો મુદ્દો ફરી ચગ્યો
ભાવનગર મ્યુ. કોર્પો. ફિક્સ વેતનની મુદત પાંચને બદલે ત્રણ વર્ષની કરી
નિર્ણય કર્યા બાદ સરકાર પાસે માંગી મંજૂરી
ફિક્સ પે હટાવવા અને ફેરફાર કરાવવા લાખો લોકો કરી રહ્યા છે માંગ
પ્રજાના પ્રતિનિધિ અને સરકારે વિચારવું ન જોઇએ ?
#FixPay@tv13gujarati