આજરોજ અગ્ર સચિવશ્રી, કૃષિ વિભાગ, શ્રી આર.સી. મીના દ્વારા ગાંધીનગર જિલ્લાના રામપુર અને બાલવા ગામની ખેતરોની મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન અધિકારીઓ, ગ્રામ સેવક તથા ખેડૂતો સાથે કપાસ અને મગફળીના પાક અંગે સ્થળ પર ચર્ચા કરવામાં આવી.
ખાસ કરીને Cotton Mission અંતર્ગત કપાસના ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય, કપાસની ખેતીમાં આધુનિક તથા વૈજ્ઞાનિક પદ્ધતિઓનો વધુમાં વધુ ઉપયોગ થાય અને ખેડૂતોને શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
તેમજ મગફળીના વાવેતર અને પાકની સ્થિતિ અંગે ખેડૂતો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
🌾 ખેડૂત સમૃદ્ધિ અને કૃષિ ઉત્પાદન વૃદ્ધિ માટે ખેતર સુધી પહોંચતું માર્ગદર્શન.
#CottonMission #GujaratAgriculture #Cotton #Groundnut #Farmers #Gujarat
@PMOIndia@ChouhanShivraj@Bhupendrapbjp
જે તાલુકામાં ફાળવેલ લક્ષ્યાંક કરતા ૧૫૦% કરતા ઓછી અરજીઓ મળેલ છે, તેવા તાલુકામાં નીચે જણાવેલ તારીખો માટે અરજીઓ મેળવવા આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવાની કાર્યવાહી કરવામાં આવનાર છે.
#ikhedut#khedut#kisan
#કૃષિ_ઉત્પાદકતા_વૃદ્ધિ_અભિયાન
અગ્રસચિવશ્રી, કૃષિ વિભાગ,શ્રી આર.સી.મીના સાહેબ દ્વારા ગાંધીનગર જિલ્લાના બાલવા અને રામપુરગામે ગ્રામસેવકશ્રી અને વિસ્તરણ અધિકારીશ્રી તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સાથે Cotton Mission અંતર્ગત કપાસના ખેતરની ફિલ્ડ વિઝિટકરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું.
"ગ્રામસેવક એ ખેડૂત અને આધુનિક ખેતી વચ્ચેની મજબૂત કડી છે! તાલીમ અને મુલાકાત (T&V) પદ્ધતિ દ્વારા ખેડૂતોને નવીનતમ ટેકનોલોજી અને સરકારી યોજનાઓની માહિતી આપીને ગ્રામીણ વિકાસમાં મોટું યોગદાન આપે છે. ખેતી અને ખેડૂતની પ્રગતિ માટે ગ્રામસેવકનું કાર્ય અમૂલ્ય છે. 🌱🌾 #Agriculture #Gujarat #gramsevak #Farming"
રાષ્ટ્રપ્રેમ, સાહસ અને શૌર્યના પ્રતીક, આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝ ની પુણ્યતિથિ પર ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
એમનો દેશપ્રેમ અને વિચારો દેશના દરેક નાગરિક અને ગ્રામસેવકો માટે સદા પ્રેરણાદાયી રહેશે. 💐🇮🇳
#NetajiSubhashChandraBose #JaiHind #gramSevak #Gujarat #Shraddhanjali