મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી લિખિત ‘એક્ઝામ વોરિયર્સ’ પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું આજે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વિમોચન કર્યું. આ પુસ્તક વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સમગ્ર શિક્ષણજગત માટે પ્રોત્સાહક અને પ્રેરણાદાયી બની રહેશે.